આ છે મારૂતિ સુઝુકીની ALTOનો નવો લૂક: જાણો તેના જોરદાર ફીચર્સ વિશે

Here's the new look of Maruti Suzuki's new ALTO and know about its powerful features

મારુતિની અલ્ટો થોડા જ વર્ષોમાં દેશની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ હતી. જેમને પણ આ કાર પસંદ છે, તેઓ તેના પરથી અંદાજ લગાવી શકે છે કે 20 વર્ષમાં કંપનીએ 4 મિલિયનથી વધુ કાર વેચી છે. ત્યારબાદ તેનું વેચાણ ઘટવા લાગ્યું હતું.હવે ફરી એકવાર આ કાર નવા અવતારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.મારુતિ સુઝુકી અલ્ટોનું નેક્સ્ટ જનરેશન મૉડલ રજૂ કરવા જઈ રહી છે જેમાં કંપની ઓગસ્ટ, 2022માં તેને લોન્ચ કરી શકે છે. આ સાથે મારુતિએ નવી અલ્ટોનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. ઉપરાંત નવી અલ્ટોમાં એન્જિનથી લઈને ડિઝાઈન સુધી ઘણા ફેરફારો જોવા મળી શકે છે.

અલ્ટોનું આ વેરિઅન્ટ જૂના મોડલથી અલગ હશે. તેને એક નવું પ્લેટફોર્મ અને પાવરટ્રેન આપવાની વાત પણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારને મોડ્યુલર હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારને મોડ્યુલર હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. આ સેગમેન્ટમાં અન્ય કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલી કારને ટક્કર આપવા માટે કંપની તેની ડિઝાઇનમાં પણ મોટો ફેરફાર કરવા જઈ રહી છે.અલ્ટોના બે વર્ઝન પહેલેથી જ રજૂ કરવામાં આવ્યા છે અને આ વેરિઅન્ટ ત્રીજી પેઢીનું મોડલ હશે. જેમાં નવું K10C 1.0-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. જે 89 Nm પીક ટોર્ક અને 67 HP પાવર આપે છે. તદુપરાંત કંપની નવી અલ્ટોને બે એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરી શકે છે.