નરેન્દ્ર મોદીને ચાની કિટલીથી PM પદ સુધી પહોંચાડવામાં મદદ કરનારા હીરાબાનું નિધન

18 જૂન હીરાબા નો જનમ થયો હતો , મૂળ વતન મહેસાણા પાસેના વડનગરના દામોદરદાસ મૂળચંદ મોદી સાથે હીરાબાના લગ્ન થયાં હતાં , તેઓ મોઢ ઘાંચી OBCમાં ગણાય છે. દામોદરદાસની વડનગરના રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી.ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે હીરાબા ઘરકામ કરવા જતા હતાં. તેમના પતિને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં, પરંતુ નાની વયે દામોદરદાસને કેન્સર થતાં તેમનું અવસાન થયું હતું.

હીરાબા ને 5 પુત્ર અને 1 પુત્રી હતા,હીરાબા મોદીને પાંચ પૂત્રો અને એક પૂત્રી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4 ભાઈઓ અને એક બહેન છે.હીરાબાના સૌથી મોટા પૂત્ર સોમાભાઈ મોદી ગુજરાતમાં આરોગ્ય વિભાગમાંથી રીટાયર્ડ ઓફિસર છે.તેમનાથી નાના અમૃત મોદી લેથ મશીન ઑપરેટર હતા.તે રીટાયર્ડ થઈ ગયા છે.તેમનાથી નાના છે પ્રહલાદ મોદી, જેેમની સસ્તા અનાજની દુકાન છે.ચોથા નંબરે નરેન્દ્ર મોદી જેઓ હાલ દેશના વડાપ્રધાન પદ પર છે.તેમનાથી નાના પંકજ મોદી છે, તે ગુજરાત સરકારના માહિતી વિભાગમાં ફરજ બજાવે છે.હીરાબાને વસંતીબહેન નામે એક પૂત્રી છે.