સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Heavy to very heavy rainfall forecast in these districts of Saurashtra-Kutch and South Gujarat,

ગુજરાતમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સમય દરમિયાન હવામાન વિભાગ દ્વારા ફરીથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં અગમી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ સાથે રેસ્ક્યૂની ટીમો કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.

Heavy to very heavy rainfall forecast in these districts of Saurashtra-Kutch and South Gujarat,

અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, સુરત, તાપીમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જેમાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ફરીથી ભારે વરસાદ પાડવાની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.છેલ્લા ઘણા દિવસોમાં જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું તે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  વધુમાં ભાવનગર, વલસાડ,પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદ પડે તેની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.