ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં અતિભારે વરસાદની આગાહી

અત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.સાથે પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા નગર હવેલી તેમજ કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

Heavy rains forecast in Gujarat in next five days

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરતના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.