આગામી ત્રણ દિવસ રાજયમાં ધોધમાર વરસાદ પાડવાની ફરી આગાહી કરાઇ!

Heavy rain forecast again in the state for the next three days!

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ ભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે દ.ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દીવ, કચ્છ અને દાદરાનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે આવતી કાલે રાજ્યમાં દ.ગુજરાત અને ઉ.ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટના રોજ રાજ્યમાં બનાસકાંઠા, વલસાડ અને દમણમાં સારા એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Heavy rain forecast again in the state for the next three days!

નોંધનીય છે કે, રાજ્ય (Gujarat) માં આજે 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિજાપુર, સંતરામપુર અને કોડીનારમાં 2.5 ઈંચ થયો છે. સાથે સૂત્રાપાડા તથા મોડાસામાં સવા 2 ઈંચ અને કડાણા, વડાલી, જાલોદ, વડિયા, રાણાવાવ, ધાનેરા અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વેરાવળ અને પોશીનામાં પોણા 2 ઈંચ વરસાદ તથા ચૂડા અને મેઘરજમાં 1.5 ઈંચ વરસાદ થયો છે.