Site icon Meraweb

HDFCના ગ્રાહકોને ઝટકો! દરેક લોન પર બેંકે વ્યાજદર વધાર્યો

hdfc-bank-increased-the-interest-rate-on-loan

દેશની નંબર વન ખાનગી બેંક એચડીએફસી બેંકે તેની તમામ પ્રકારની લોન પર વ્યાજદરમાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકે 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.  HDFC બેંકે તમામ લોનની મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ટ લેન્ડિંગ રેટ (MCLR)માં 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ વધારો આજથી એટલે કે 8 ઓગસ્ટ 2022થી તાત્કાલિક અસરથી લાગુ થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ (0.50 ટકા)ના વધારાની જાહેરાત બાદ બેંકે આ નિર્ણય લીધો છે. ઓગસ્ટમાં મળેલી RBIની MPCની બેઠકમાં મોંઘવારી પર અંકુશ લાવવાના હેતુથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવાર, 5 ઓગસ્ટના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા અને કહ્યું કે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અસરકારક રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયો છે. આરબીઆઈએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે.