Site icon Meraweb

હાર્દિકનું કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું, ફેસબુક સ્ટેટસમાં કેસરિયો સાફાનો ફોટો મુકી આપ્યો આ સંકેત

પાટીદાર આંદોલનથી એક ચહેરો બનેલા હાર્દિક પટેલ ભાજપ સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષનું પદ આપીને કોણીએ ગોળ ચોટાડી રાખ્યો હોય તેમ પદ આપ્યું પરંતુ તેનું કંઈ સંભળાતું નહોતું. ટોચની નેતાગીરી દ્વારા સતત તેની ઉપેક્ષા થતી રહેતી હતી. જેને પગલે ગુજરાતમાં ઈલેક્શન ટાણે હાર્દિક પટેલે હવે પંજો છોડીને બીજેપીનું દામન પકડવાની તૈયારીનો સંકેત આપ્યો હોય તેમ પોતાના ફેસબુક સ્ટેટસ પર કેસરિયો સાફો બાંધતો ફોટો મુક્યો છે. એજ બતાવે છે કે હવે તેમને કેસરિયો સાફો ગમવા લાગ્યો છે.

છેલ્લા એક મહિનાથી હાર્દિક પટેલે કોંગ્રેસમાં નારાજગી બતાવી હતી પરંતુ તેને મનાવવા ના તો કોઈ ટોચની નેતાગીરીએ કંઈ કહ્યું કે ના તો સ્થાનિક નેતાઓએ કંઈ કર્યું. અંતે મૂંઝવણભરી સ્થિતિનો સામનો કરી રહેલા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ પદેથી રાજીનામું આપી દીધું છે.