અમેરિકાની જેમ ગુજરાતમાં પણ ગન ક્લચર : કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ, 5 લોકો ઈજાગ્રસ્ત

જામનગરમાં ફટકડા ફોડવા બાબતે ફાયરીંગની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે.કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે.યુનુસ હાલે પૌત્રા નામના ઇસમેં તેમની પાસે રહેલ બંદુકમાંથી ફાયરીંગ કર્યું હતું.ફાયરીંગ કરવા ઉપરાંત પથર વડે પણ ઈજાઓ પહોચાડી હતી.

4 શખ્સોએ પરિવાર પર કર્યું ફાયરિંગ 

કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે ગામના 4 શખ્સોએ એક પરિવાર પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં હાલાણી પરિવારનું એક બાળક સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

બનાવ બાદ કાલાવડ પોલીસ હરીપર મેવાસા ગામે પહોંચી હતી.હુમલાખોર યુનુસ હાલે પૌત્રા, આસિફ હાલે પૌત્રા, આમીન હાલે પૌત્રા, અને મામદ સમા વિરુદ્ધ પોલીસ દફતરે ગુન્હો નોંધ્યો છે.

જામનગરમાં અગાઉ ફટાકડા ફોડવા બાબતે થઇ હતી જૂથ અથડામણ

જામનગરમાં શહેરમાં 1 નવેમ્બરે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે બે પરિવારોના જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો.  જૂથ અથડામણની આ ઘટનામાં એક જૂથના 3 અને બીજા જૂથના 4 એમ કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હલાતે જી.જી. સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.