અમેરિકાના લોસ એન્જલસના એક પાર્કમાં રવિવારે થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા છે. પાર્કમાં જે સમયે શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયે કાર શો ચાલી રહ્યો હતો. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ (LAPD) એ જણાવ્યું કે ગોળીબાર સાન પેડ્રોના પેક પાર્કમાં બપોરે 3:50 વાગ્યે થયો હતો. ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી.
લોસ એન્જલસ ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના કાર શોમાં અથવા તેની નજીક બની હતી. તેમણે કહ્યું કે ગોળીબારમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી બેની હાલત ગંભીર છે અને કુલ સાત લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલા ગત 22મી જુલાઈએ અમેરિકાના મોન્ટાનામાં ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ડ્રાઈવરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. જો કે,આ ગોળીબારમાં ઘાયલ એક બાળકીના સંબંધીએ હુમલાખોરને મારી નાખ્યો.