ભારતીય ટીમનો ખેલાડી ચેતેશ્વર પૂજારા આજકાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે અને ઈંગ્લેન્ડમાં જ સસેક્સ ટીમ માટે રમી રહ્યો છે. આ પહેલા કાઉન્ટી ટીમમાં જોરદાર પ્રદર્શન કર્યા પછી હવે રોયલ લંડન વન ડે કપમાં પણ ચેતેશ્વર પૂજારાની બેટિંગ ધૂમ મચાવી રહી છે. ઈંગ્લેન્ડમાં રહી સસેક્સ ટીમ માટે પૂજારાએ શાનદાર સદી ફટકારી અને તેનું શ્રેષ્ઠ પ્રદશન આપ્યું હતું, જોકે આ સદી ફટકારીને તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો.
શુક્રવારે રમાયેલી મેચમાં સસેક્સ ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ વોરવિકશાયર સામે માત્ર 79 બોલમાં 107 રન બનાવ્યા હતા. જેમાં તેને 7 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. મેચમાં ચેતેશ્વર પૂજારાનો સ્ટ્રાઈક રેટ 135.44નો રહો હતો.
ચેતેશ્વર પુજારા હંમેશા ટેસ્ટમાં તેની ટેકનિક અને શાંતિ રાખીને રમવાની સ્ટાઈલ માટે જાણીતો છે, પરંતુ ઈંગ્લેન્ડમાં સસેક્સ મેચમાં તેને કમાલ કરીબતાવ્યો હતો અને તેની ઝડપી ઇનિંગ્સથી બધાને ચોંકાવી દીધા હતા. ખાસ કરીને ચેતેશ્વર પુજારાએ ઇનિંગની 47મી ઓવરમાં કુલ 22 રન બનાવ્યા હતા. આ ઓવરમાં પૂજારાએ 4, 2, 4, 2, 6, 4 રન બનાવ્યા હતા.
જો કે એ છતાં પણ પૂજાર તેની ટીમને જીત આપવી શક્યા નહતા. પૂજારા 49 મી ઓવરમાં આઉટ થઈ ગયા હતા અને એ સમયે ટીમને 20 રનની જરૂર હતી, અંતે એ મેચ જીતવા માટે ટીમ 4 રનથી દૂર રહી ગઈ હતી. વોરવિકશાયર એ પહેલા બેટિંગ કરતાં 310 રન બનાવ્યા હતા અને જવાબમાં સસેક્સ ટીમ 306 રન બનાવી શકી હતી. પણ પૂજારાની એ ઇનિંગે બધાનું દિલ જીતી લીધું હતું.