રાજ્યો વિકાસલક્ષી કામો કરી શકે અને મૂડીખર્ચ કાઢી શકે તે માટે કેન્દ્ર સરકારે મોટી રકમ રિલિઝ કરી છે. કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા એવું જણાવાયું છે કે સરકારે રાજ્યોને બે હપ્તામાં 1,16,665 કરોડની રકમ રિલિઝ કરી છે. મંત્રાલયે કહ્યું કે નાણાકીય રીતે રાજ્યોના હાથ મજબૂત બનાવવા માટે તથા તેઓ વિકાસલક્ષી કામો માટે મૂડીખર્ચ કાઢી શકે તે માટે પૈસા અપાયા છે. રાજ્યો આર્થિક રીતે મજબૂત બને તેવી કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા છે.
કેન્દ્રની સહાય પ્રાપ્ત રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતને કુલ 4,057 કરોડની સહાય મળી છે. કેન્દ્ર સરકારે 28 રાજ્યો માટે સહાય જારી કરી છે. કેન્દ્રની સહાય બાદ ગુજરાતમાં વિકાસકામોમાં ઝડપ આવશે તે નક્કી છે. મૂળ વિકાસલક્ષી કામો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ ફંડ આપવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે સૌથી વધારે સહાય યુપીને આપી છે. બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, કેન્દ્ર સરકારે યુપીને 20,928 કરોડની રકમ આપી છે. ત્યાર બાદ બીજો નંબર બિહારનો આવે છે જેને માટે કેન્દ્ર સરકારે 11,000 કરોડથી વધુની રકમ જારી કરી છે. કેન્દ્ર સરકારે 28 રાજ્યોને કુલ 1,16,665 કરોડની રકમ આપી છે જે વિકાસલક્ષી કામો કરવા માટે અપાયા છે તેવું નાણા મંત્રાલય દ્વારા જણાવાયું છે.