ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી આકિફ નાચનની ધરપકડ થતા ગુજરાત ATSને સફળતા મળી છે. માર્ચ 2022માં રાજસ્થાનથી 12 કિલો RDX સાથે 5 આરોપની ધરપરડ કરવામાં આવી હતી.જેમાં આરોપી આકિફ નાચનની સંડોવણી ખુલતા તેની શોધખોળ ચાલું હતી. આકિફ નાચનને RDX જયપુરમાં બ્લાસ્ટ કરવા કાવતરુ રચ્યું હતું. મહત્વની વાત એ છે આ તમામ આરોપીઓ કુખ્યાત આંતકી દાઉદની નજીકના માનવામાં આવી રહ્યા છે.
- દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ
- 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીની ધરપકડ
- અમદાવાદમાંથી આરોપીની કરાઇ ધરપકડ.
- બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
- નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યો હતા
- અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ બાદ આરોપીઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ આરોપી નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યો હતો. અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ પછી નવા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ છે.