Site icon Meraweb

જામનગરના સૌથી મોટા ગણેશ , વાત્સલ્યધામ વૃધાશ્રમ દ્વારા રથીકા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

Grandest celebration of Rathika Ganeshotsav by Vatslyadham Vridashram, Jamnagar's Biggest Ganesha Ganesh

જામનગર તા ૨૦, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર રાવલસર નજીક આવેલા વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં રથીકા ગણેશ મહોત્સવની દસ દિવસના મહાપર્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

આ આયોજનનું આકર્ષણ રથ પર બીરાજેલા ગણેશજી છે, અને તેમના સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે.

આ મુર્તી જામનગરના તમામ પંડાલો કરતાં મોટી મુર્તી છે, ૧૨ફુટ ઉંચી અને ૧૪ફુટ પહોડી છે.આ મુર્તી મહાભારત ના પ્રસંગો ની યાદ અપાવે છે. અહીં ઉભા કરાયેલા ૨૦,૦૦૦ ચો.ફુટ ના ગણેશ પંડાલ ની ડિઝાઇન વાત્સલ્યધામના મેનેજિંગ ટ્રસ્ટી ભાસ્કરભાઇ રાઠોડે કરેલી છે, તેમની સમગ્ર ટીમ સાથે છેલ્લા પંદર દિવસથી મુર્તી અને તેને લગતી ઝાંખી સાથેની સજાવટની તૈયારી કરવામાં આવી હતી.

અહીં દરરોજ સવારે ૮.૩૦ અને સાંજે ૮.૩૫ ના સમયે આરતી કરવામાં આવે છે. જેમાં દરેક દિવસ ની આરતી કંઇક વિશેષ હશે, જેમા દશા આરતી, અને મહાઆરતી ૧૦૮ દિપ (૪૫ મીનીટ લાઇવ) આકર્ષણ નું કેન્દ્ર બનશે.

આ વૃદ્ધઆશ્રમમાં દરરોજ રાત્રે પધારેલા મહેમાનો અને વડીલો આનંદ ઉલ્લાસ સાથે, ડી.જે.સંગ રાસ ગરબા ની મોજ પણ કરશે. તેમજ આમંત્રીત મહેમાનો માટે પ્રતિદિન અવનવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે, આરતી દર્શન સાથે સાથે અસંખ્ય યુવા વર્ગે રથીકા ગણેશ જોડે સેલ્ફી લીધી, તો દરેક લોકો એ પરીવાર સાથે ફોટો લેવાની લાઇન લગાવી, અને આજના નવયુવાનો એ બાપા જોડે રીલ્સ બનાવી હતી.

ગઈકાલે પહેલી મહા આરતી,
જામનગર ના મીડીયા જગતના પ્રતીનીધીઓ અને તેમના પરીવારના હસ્તે કરવામા આવી હતી.