Site icon Meraweb

RuPay ક્રેડિટ લાવવાની તૈયારીમાં સરકાર! આવા થશે ફાયદાઓ

Government preparing to bring RuPay credit! Such will be the benefits

ક્રેડિટ કાર્ડથી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ દ્વારા ચૂકવણીની સુવિધા આગામી થોડા મહિનામાં મળવાની શરૂ થઇ જશે. જેના માટે રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના એમડી અને સીઈઓ દિલીપ એસ્બેએ જણાવ્યું કે યુપીઆઈથી  લિંક રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીની સુવિધા આગામી એક-બે મહિનામાં શરુ થઇ જશે. જેના માટે બેંક ઑફ બરોડા કાર્ડ, એસબીઆઈ કાર્ડ, એક્સિસ બેંક અને યુનિયન બેંક ઑફ ઈન્ડિયા સાથે વાતચીત ચાલી રહી છે. દિલીપે જણાવ્યું કે અમે 10 દિવસની અંદર રિઝર્વ બેંકની પાસે તેની દરખાસ્ત મોકલીશુ. એક વખત ત્યાંથી મંજૂરી મળી જાય તો અમે બે મહિનાની અંદર આ સુવિધાને શરૂ કરી શકીએ છીએ.  

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ 8 જૂને કહી ચૂક્યા છે કે ક્રેડિટ કાર્ડને પણ યુપીઆઈ સાથે જોડવાની મંજૂરી ટૂંક સમયમાં મળી જશે. જો કે, આ સુવિધા માત્ર દેશી ક્રેડિટ કાર્ડ એટલેકે રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવશે. અત્યારે માત્ર ડેબિટ કાર્ડ દ્વારા યુપીઆઈ ચૂકવણી કરી શકે છે. હાલમાં ગ્રાહકોના ડેબિટ કાર્ડ દ્વારા તેમના બચત અથવા ચાલુ ખાતામાંથી જ યુપીઆઈ ટ્રાન્જેક્શન કરી શકાય છે. આ સુવિધારૂપે ક્રેડિટ કાર્ડથી પણ મળશે તો ગ્રાહકોને સુવિધા પણ મળી જશે. પરંતુ ડીજીટલ ચૂકવણીને પણ પ્રોત્સાહન મળશે.

રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા યુપીઆઈ પેમેન્ટમાં સૌથી મોટી અડચણ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલેકે MDRને લઇને આવશે. અત્યારે યુપીઆઈ પર શૂન્ય MDR લાગે છે. એવામાં આ જોવાનુ બાકી છે કે આરબીઆઈ અને એનપીસીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા યુપીઆઈ પેમેન્ટ દ્વારા MDR કેવીરીતે અને કેટલુ લાગુ કરે છે. જો કે, આ સવાલ પર દિલીપે કહ્યું કે એનપીસીઆઈ નાના દુકાનદારોના હિતની રક્ષા માટે હંમેશા માટે તૈયાર છે અને MDRને લઇને ક્રેડિટ કાર્ડ પર  ચાલુ પેમેન્ટ આગળ પણ ચાલુ રહી શકે છે.