ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને બાળકોને અસર કરતી આ બીમારીને કારણે હોસ્પિટલોમાં ભીડ ઝડપથી વધી રહી છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટુ નિવેદન આપ્યુ છે. મહેસાણાના મોટી દાઉં ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મનસુખ માંડવિયાએ હાજરી આપી હતી આ દરમિયાન ચીનમાં વધી રહેલા રહસ્યમય ભેદી તાવને લઇને તેમણે નિવેદન આપ્યુ હતુ. કહ્યું કે, ચીનમાં ભેદી તાવને લઇને ભારત સરકાર એલર્ટ છે.
કોરોના બાદ ફરી એક વખત ચીનમાં એક વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીનમાં વધી રહેલા ન્યૂમોનિયાના કેસોને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું કે, કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચીનમાં ન્યૂમોનિયા પ્રસરી રહ્યો છે જેને લઇને સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે.