સરકાર એક્શન મોડમાં : વોર્ડ નંબર 6 માં ભાજપ કાર્યાલય પર તોડફોડ કરનારા 100 લોકોના ટોળા વિરુદ્ઘ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો

ગઈકાલે જામનગરમાં વોર્ડ નંબર છ માં ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન કર્યા બાદ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો કાર્યાલય ખાતે પહોંચી અને ત્યાં વિરોધ પ્રદર્શન સૂત્રોચાર તેમજ કાર્યાલય ખાતે તોડફોડ કરવામાં આવી હતી.તેમજ વોર્ડ નંબર 6 ના કાર્યાલય ખાતે હાજર રહેલા રાજપુત સમાજની મહિલાઓ અને યુવાનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેના પગલે જામનગરમાં પ્રથમ ગુન્હો નોંધાયો છે.રાયોટીંગ , જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.

છેલ્લા ઘણા દિવસથી પુરૂષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે , સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.ત્યારે બે દિવસ પૂર્વે દેવભૂમી દ્વારકાના ખીજદળ ગામ ખાતે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી ત્યારબાદ આજે જામનગરમાં પોલીસ ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જામનગર શહેરમાં નોંધાયેલ ફરિયાદના પગલે હવે રાજ્યભરમાં આંદોલનકારીઓ વિરૂદ્ધ ફરિયાદનું શસ્ત્ર ઉગામવામાં આવે તો કોઈ નવાઈ નહીં.