ગુજરાતમાં હવે રાજનીતિનું સ્તર સાવ તળિયે બેસી ગયું હોય તેવું લાગે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા એક ટ્વિટ કરી અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આમ આદમી પાર્ટીના નેતા આમ તો તેમના વાણી વિલાસના કારણે અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત તેમના ટ્વીટના કારણે વિવાદ સર્જાયો છે.
કહેવાય છે કે રાજકારણ કે રાજનીતિ તે ઘરની બહાર કરવાની હોય છે પરંતુ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા હલકી કક્ષાની રાજનીતી કરવામાં આવી રહી છે.જેમાં ગુહપ્રધાન હર્ષ સંઘવીના પુત્ર નો એક ગીત ગાતો વિડીયો વાયરલ થયો છે.જેમાં હું અમેરિકા જઈશ , સારી સારી હોટલોમાં રહીશ ગુજરાતી છું અને ગુજરાતી રહીશ આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેના પુત્રનો ગીત ગાતાં વીડિયોને ટ્વીટ કરવામાં આવ્યો હતો.એક પિતાએ પિતા તરીકે તેના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા તેમાં પણ આપ નેતા ગોપાલ ઇટાલિયા એ ટ્વીટ કરીને નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે.

ગોપાલ ઇટાલિયા દ્વારા હર્ષ સંઘવીના ટ્વીટ પર રિપ્લાય આપતા કહ્યું કે
હેલો બેટા!!
आप को
તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી સારી
હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની
સરકારી શાળામાં ભણીશ કે નહિ??
સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં?
આવકના કે જાતિના દાખલા કઢાવવા સરકારી
કચેરીના ધક્કા ખાઈશ કે નહિ??
કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ?? આ પ્રકારનું કરીને એક પિતાએ એક પુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં પણ જાણે કોઈ મોટો અપરાધ કર્યો હોય તે પ્રકારનો બનાવ આજે સામે આવ્યો છે.
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આક્ષેપબાજીની રાજનીતિથી રાજકીય પક્ષોને ફાયદા થતાં હોય છે તે સ્વાભાવિક છે , પરંતુ કોઈ રાજકારણી કોઈપણ પક્ષના પરીવાર પર કોમેન્ટ કરીને રાજકીય લાભ ઉઠાવવામાં આવે તે ગેરવ્યાજબી છે આથી આ પ્રકારની રાજનીતિ ન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.કોઈપણ રાજા કે રંકનો પુત્ર કે પુત્રીની કળા હોય તો તેનો ગર્વ લેવો જોઈએ અને તે કોઈપણ વ્યક્તિ તેનો ફોટો કે વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી શકે છે તેમાં કોઈ ગુન્હો નથી.તેને કોઈપણ લોકોએ પ્રોત્સાહિત કરવા જોઈએ.
આવી રાજનીતિથી આમ આદમી પાર્ટી ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે ?
હર્ષ સંઘવીના પૂત્રના વીડિયોનો દુરુપયોગ કરીને શું આપ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે ? કોઈપણ બાળકમાં રહેલી કળાને પ્રોત્સાહિત કરવી જોઈએ તેમજ રાજા કે રંક કોઈપણ રાજકીય માણસના પરીવાર દ્વારા તેમના બાળકની કળા રજૂ કરતો વીડિયો સોશીયલ મીડીયામાં આવે તો તેને એક કળા તરીકે પ્રોત્સાહિત કરવું જોઈએ ન કે રાજકારણ..