Site icon Meraweb

સૌરાષ્ટ્રના પશુપાલકો માટે સારા સમાચાર! રાજકોટમાં અમુલના પ્લાન્ટને મંજૂરી મળી

Good news for cattle breeders of Saurashtra! Amul's plant in Rajkot gets approval

રાજકોટમાં અમૂલ પ્લાન્ટને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સરકારે ગઢકા ખાતે અમૂલ પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્રએ સરકારમાં દરખાસ્ત કરી હતી જે બાદ ગઢકા ખાતે 100 એકર જમીનની ફાળવણી કરાઇ, સૌરાષ્ટ્રમાંથી 25 લાખ લીટર દૂધનો પ્લાન્ટમાં ઉપયોગ થશે, ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. પ્લાન્ટમાં દૂધનો પાઉડર તૈયાર કરવામાં આવશે.

મહવનું છે કે ગઢકા ગામની સર્વે નંબર 477ની 100 એકર જમીન આ માટે પસંદ કરવામાં આવી હતી. જમીન માટે જિલ્લા તંત્રએ  દરખાસ્ત પણ મૂકી હતી.જમીન જંત્રીનો ભાવ 520 રૂપિયા આસપાસ નક્કી કરાયો છે. આ પહેલા રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા અમૂલ ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આનંદપરા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. પણ GCMMFને પ્લાન્ટ સેટ અપ કરવા માટે આ ભાવ મોંઘો પડતો હતો. તેથી જગ્યા બદલીને ગઢકાગામની જમીન લેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. અહી પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય 25 સપ્ટેમ્બર 2020માં લેવાયો હતો. 

19 જુલાઇએ આણંદમાં અમૂલ ફેડરેશનની AGM પૂર્ણ થઈ છે. અમૂલે ચાલુ વર્ષે 61 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કર્યુ છે. આ સાથે અમૂલે વિશ્વમાં સૌથી મોટા ડેરી સંઘ તરીકે 8માં નંબરનું સ્થાન મેળવ્યુ છે. આ તરફ હવે અમૂલ દ્વારા દિલ્હીથી લઈને કોલકાતા સુધી 5 શહેરોમાં પ્લાન્ટ નાખવાનું નક્કી કરાયું છે. નોંધનીય છે કે, 12 વર્ષમાં દૂધ ખરીદીમાં 190%નો વધારો પણ થયો છે. આણંદમાં અમૂલ ફેડરેશનની AGM બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અમૂલ દ્વારા આગામી 2 વર્ષમાં દિલ્હી, વારાણસી, રોહતકમાં નવા પ્લાન્ટ બનશે. આ સાથે કલકત્તા અને બાગપતમાં પણ પ્લાન્ટ બનાવવામાં આવશે.