Site icon Meraweb

ધ્રોલ તાલુકાના ગોલીટા ગામે ખેતીમાં સારી ઉપજ ન થતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગામના એક ખેડૂતે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ખેતીમાં સારી ઉપજ ન આવતા ખેડૂતે રીક્ષા નો ધંધો શરૂ કર્યો હતો પરંતુ તેમાં પણ બે પાંદડે ન થતાં આખરે જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

અવારનવાર જ્યારે ખેડૂતોના આપઘાતના બનાવો સામે આવતા હોય છે ત્યારે તેમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગામે વધુ એક ખેડૂત આપઘાતનો બનાવ ઉમેરાયો છે. હાલ રાજકોટમાં મોડી પ્લોટ વિસ્તારમાં રહેતા નવલભાઇ બાળા ઉંમર વર્ષ 44 નામના ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર એ જાણ કરતા ધ્રોલ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબજો સંભાળી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના પુત્રનું નિવેદન નોંધ્યું હતું. ખેતીમાં સારી ઉપજ ન મળતા આખરે ડ્રાઇવિંગનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આર્થિક સંકળામણના કારણે આખરે ખેડૂતે ગળાફાંસો ખાઈ અને આપઘાત કર્યો હોવાનું તેને પુત્ર એ નિવેદનમાં ઉલ્લેખ કરાયો છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લાના જ છે.