સોના ચાંદીની કિંમતમાં ફરી એક વખત ભાવ વધારો જોવા મળ્યો છે.સોનાની કિંમતમાં સામાન્ય રીતે વધારો જોવા મળ્યો છે જેની સામે ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર ચાંદીનો ભાવ 170 રૂપિયા ઘટીને 56,961 રૂપિયા થયા છે. દિવસની શરૂઆતમાં ચાંદીની કિંમત 57,069 રૂપિયા પ્રતિ કિલો હતી પણ એ પછી માંગ ઘટતા કિંમતમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
માં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. અમેરિકન બજારમાં સોનાની કિંમત 1,740.52 ડોલર રહી. જે તેની પેહલાની કિંમત કરતાં 1.38 ટકા ઓછી છે. ગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે અમેરિકન બજારમાં ચાંદીની કિંમતમાં પણ 19.19ડોલર રહી. જે તેની પેહલાની બંધ કિંમત કરતાં 0.03 ટકા વધારે છે.