આપણને Gmail પર રોજ ઘણા બધા ઈમેલ આવે છે, જે આપણાં કોઈ કામ નથી આવતાં. આપણે તેને સમયાંતરે ડિલીટ નથી કરતાં, તો જોતજોતામાં હજારો ઈમેલ ભેગા થઈ જાય છે. આ ઈમેલ મોટાભાગે સ્પેમ મેઇલ હોય છે અથવા માર્કેટિંગ-એડવર્ટાઇઝિંગ કંપનીઓ દ્વારા મોકલવામાં આવે છે. આ મેઇલ આપણાં કોઈ કામમાં આવતા નથી. તેના સિવાય ઘણા ઈમેલ્સમાં મોટી ફાઇલ્સ અટેચ હોય છે. આ મેઇલ ઘણી જગ્યા રોકે છે. આવામાં Gmailમાં સ્પેસ ફુલ થઈ જતાં નવા ઈમેલ નથી મળી શકતાં.
ઉલ્લેખનીય છે કે, Google પોતાના તમામ યુઝર્સને Gmail પર 15GB સ્ટોરેજ આપે છે. તેનાથી વધારે સ્ટોરેજ માટે તમારે દર મહિને પૈસા ખર્ચ કરવા પડશે, તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારી જૂની મોટી ફાઇલ્સવાળા ઈમેલને સરળતાથી ડિલીટ કરી શકો છો અને સ્ટોરેજની ટેન્શનથી છુટકારો મેળવી શકે છે. એક-એક કરીને ઈમેલ ડિલીટ કરવું થોડું મુશ્કેલ કામ છે અને તેમાં ઘણો સમય લાગી શકે છે. એવામાં સારુ રહેશે કે, તમે પહેલાં મોટાં અટેચમેન્ટવાળા મેઇલને ડિલીટ કરો. મોટાં અટેચમેન્ટવાળા ઈમેલ હટાવવા માટે તમે પોતાની સાઇઝ, ડેટ અને અન્ય આધાર પર એકવારમાં સર્ચ કરી શકો છો અને તેને ડિલીટ કરી શકો છો.
તેના માટે તમારે ફક્ત તે ઈમેલને સિલેક્ટ કરવું પડશે જેને તમે ડિલીટ કરવા માંગો છો. તેના પછી ડિલીટ આઇકન પર ક્લિક કરો. તમે પોતાનો સમય બચાવવા માટે બધાં ઈમેલને તપાસી પણ શકો છો અને જેને તમે રાખવા માંગો છો તેને અનચેક કરી શકો છો. પ્રક્રિયા પૂરી થઈ ગયાં બાદ તમે Trash સેક્શન પર જઈને અહીં Empty the recycle bin ઓપ્શન પર ટેપ કરવું.
જે Gmail યુઝર વધારે સ્ટોરેજ માટે નવું ગૂગલ વન પ્લાન ખરીદવા માંગે છે. તેમના માટે ગૂગલ ત્રણ પ્લાન રજૂ કરે છે. ગૂગલ તેના માટે પોતાના યુઝર્સને Basic, Standard અને Premium પ્લાન ઓફર કરે છે. ભારતમાં Google Basic પ્લાનની હેઠળ 35 રૂપિયા પ્રતિ માસ પર 100GB સ્ટોરેજ રજૂ કરી રહ્યુ છે. સ્ટાન્ડર્ડ પ્લાનની કિંમત પ્રતિ માસ 52 રૂપિયા અને 200GB સ્ટોરેજ મળશે, જોકે પ્રીમિયમ પ્લાનની કિંમત 162 રૂપિયા પ્રતિ માસ છે અને તેમાં 2TBનું સ્ટોરેજ મળે છે. જણાવી દઈએ કે આ ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે. ગૂગલ વન પ્લાનની ઓરિજનલ કિંમત ક્રમશઃ 130 રૂપિયા, 210 રૂપિયા અને 350 રૂપિયા છે.