જામનગરની જી.જી. હોસ્પીટલમા સુપરસ્પેશ્યાલીસ્ટ સેવા અને ટ્રોમા સેન્ટર એક્સપાન્ડ કરવા ધારાસભ્ય રિવાબાની વિધાનસભામા રજુઆત

૭૮ જામનગર ઉતરના MLA રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ અભ્યાસપુર્ણ રીતે કર્યુ પ્રેઝન્ટેશનજામનગરની જી.જી. હોસ્પીટલમા સુપરસ્પેશ્યાલીસ્ટ સેવા અને ટ્રોમા સેન્ટર એક્સપાન્ડ કરવા ધારાસભ્ય રિવાબા એ ગુજરાત વિધાનસભામા રજુઆત કરી છે આ માટે ૭૮ જામનગર ઉતરના MLA રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ અભ્યાસપુર્ણ રીતે આ બાબત પ્રેઝન્ટ કરી હતી.

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા નંબરની ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પીટલનો જામનગર શહેર જિલ્લા ઉપરાંત દ્વારકા પોરબંદર મોરબી વગેરે જિલ્લાના લોકો લાભ લે છે અને દરદીઓનો ખુબજ ધસારો રહે છે ત્યારે રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા એ વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીજીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાયબ માનનીય નાણા મંત્રી કનુભાઇ દેસાઇ અને માનનીય આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલને સંબોધીને સૌ પ્રથમ તો રાજકોટની સાથે સાથે જામનગરની આરોગ્ય સુવિધા માટે પણ સરકાર ચિંતિત છે તે બાબતે આભાર માન્યો હતો સાથે સાથે તેમણે રજુઆત કરી હતી કે જી.જી.હોસ્પીટલમાં સુપર સ્પેશ્યાલિટી ડિપાર્ટમેન્ટ અને યોગ્ય સારવાર મળી રહે તે ખુબ જરૂરી છે કેમકે જી.જી.હોસ્પિટલ અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ એ જામનગરમાં સૌથી જૂનામાં જૂની અને જીવાદોરી સમાન હોસ્પિટલ છે.

આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મળી અહી રોજની ૧૫૦૦ થી ૨૦૦૦ ની ઓ.પી.ડી.ના કેસો આવે છે. આ પ્રશ્નને ધ્યાનમાં લઇને લેવલ ૩ એટલે કે ૫૦ બેડનું ટ્રોમા સેન્ટર મંજૂર થયેલ છે પણ ત્યાં કાર્યભારને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછું ૧૫૦ બેડનું ટ્રોમા સેન્ટર જો સરકારશ્રી તરફથી ફાળવવામાં આવે તો જામનગર માટે ખૂબ જ લાભાન્વિત સાબિત થશે તેમ પણ જામનગરની જનતા માટે રજુઆત રિવાબાએ કરી છે.