થઇ જાવ તૈયાર! રાજ્યમાં ભારેથી અતિભારે વારસદ ખાબકશે; વાવાઝોડા જેવો પવન ફુંકાશે

Get ready! Heavy to very heavy heirs will fall in the state; The wind will blow like a hurricane

હવામાન વિભાગે આજેગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ  સુધી વરસાદ પડવાની સંભાવના છે. પાંચ દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ રહેશે. આ દરમિયાન સામાન્યથી હળવો વરસાદ પડશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

Get ready! Heavy to very heavy heirs will fall in the state; The wind will blow like a hurricane

આજે એટલે કે પાંચમી જુલાઈના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. છ અને સાતમી જુલાઈના રોજ ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, સુરત અને ડાંગમાં અતિભારે વરસાદ પડી શકે છે.

Get ready! Heavy to very heavy heirs will fall in the state; The wind will blow like a hurricane

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. જોકે, છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી ઓછી રહેશે. 9મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

Get ready! Heavy to very heavy heirs will fall in the state; The wind will blow like a hurricane

મંગળવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 156 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના  ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ  પડવાની આગાહી છે.