સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ લઘુમતી સમાજના યુવકે પથ્થરમારો કર્યો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવાના આપ્યા આદેશ

સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાથી વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારબાદ સેંકડો લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તણાવને જોતા સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

સુરતમાં મોડી રાત્રે પથ્થર મારાની ઘટના બની હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જે મંડપ પર પથ્થરમારો થયો હતો. ત્યાં આરતી કરાઈ હતી. ગૃહરાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નરે રાત્રે 2 વાગ્યે આરતી કરાઈ હતી. તેમજ સૈયદપુરામાં પથ્થરમારાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, સવાર થતા જ પથ્થર મારાનાં તમામ આરોપીઓ જેલમાં હશે. પથ્થરમારાની આ ઘટનામાં કોઈને છોડાશે નહી. તેમજ તમામ પથ્થર મારો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. તેમજ સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરાશે. લોકોને ખાસ વિનંતી છે કે કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવં. તેમજ પથ્થર મારામાં કઈ રીતે સગીરોનો ઉપયોગ કરાયો તે પણ ધ્યાને લેવાશે.

ઘટનાની જાણ થતાં શહેર પોલીસ કમિશનર અને મેયર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મામલો ઉગ્ર બનતાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. એકત્ર થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો