રાજયમાં આ તારીખથી ફરી વરસાદનું જોર વધશે! અહી વરસાદ પડી શકે છે

From this date, the rain will increase again in the state! It may rain here

ગુજરાતમાં હાલ મેઘરાજાએ થોડા વિરામ લીધો છે. જોકે, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ  પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે  આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચમી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે, આગામી દિવસોમાં સક્રિય થનારી વરસાદની સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ લાવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

From this date, the rain will increase again in the state! It may rain here

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની સંભાવના છે. ત્રીજી અને ચોથી ઓગસ્ટના રોજ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. પાંચમી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 6, 7 અને આઠ ઓગસ્ટના રોજ પણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. એક-બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 3, 4 અને 5 ઓગસ્ટના રોજ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

From this date, the rain will increase again in the state! It may rain here

છ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી દિવસોમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે, જેના પગલે ગુજરાતમાં સારો વરસાદ પડશે.” હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના નર્મદા, ભરૂય, તાપી જિલ્લામાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ચોથી ઓગસ્ટથી છ ઓગસ્ટ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, નવસારી, તાપી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હાલ રાજ્યમાં સરેરાશ કરતા 36 ટકા વધારે વરસાદ નોંધાયો છે.