ઉતર ગુજરાતથી લઈને છેક સૌરાષ્ટ્ર સુધી થઈ મેઘમહેર! જાણો વરસાદ ક્યાં પડ્યો

From North Gujarat to Saurashtra Meghamehr! Find out where the rain has fallen

ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ, બનાસકાંઠા-પાલનપુર સહિત વડોદરા, ગાંધીનગર અને અમરેલીમાં વરસાદ ખબક્યો છે. તો વડોદરામાં વરસાદ બાદ પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી.  કીર્તિ સ્તંભ નહેરૂ ભવનની સામે ભારે વરસાદને પગલે ઢીંચણસમા પાણી  ભરાયા.  વળી  ટ્રાવેલ્સની ઑફિસ પણ પાણી પાણી થઇ ગઇ.  ટેબલ ખુરશી સહિતનો સમાન પાણીમાં ગરકાવ થઇ ગયો.   સ્થાનિકો દ્વારા ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતા પાણી ભરાયાનો આક્ષેપ લગાવ્યો હતો. 

From North Gujarat to Saurashtra Meghamehr! Find out where the rain has fallen

બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે. ડીસા,પાલનપુર,દાંતીવાડા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને કારણે નીચાણ વિસ્તારો પાણીમાં ગરકાવ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. તો બીજી તરફ વાવણી બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. છેલ્લા એક કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો. પાલનપુર અને દાંતીવાડામાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. મેઘો મન મૂકીને વરસતા ભૂગર્ભમાં પાણી ઉતર્યા. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહનચાલકો પણ અટવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો આ તરફ પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો.  અમદાવાદ-આબુરોડ હાઈ-વે ઉપર પાણી ભરાયા. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે જાણે રસ્તામાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.  ગઠામણ પાટીયા, સાંઇબાબા મંદિર રોડ પર પણ પાણી ભરાયા. જેને લઇને વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

From North Gujarat to Saurashtra Meghamehr! Find out where the rain has fallen

આ તરફ  અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો.  જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ઠંડકની લહેર ફરી વળી. ટીંબી, પાટી અને માણસા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતો ખુશખુશાલ જણાયા.  વરસાદના કારણે ગામના રોડ રસ્તા પાણી પાણી થયા હતા. 

From North Gujarat to Saurashtra Meghamehr! Find out where the rain has fallen

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.’વધુમાં કહ્યું કે, ‘આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’