ધોરાજી મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ કરાયા

Free books were distributed by Dhoraji Machhu Kathia Sai Sutar caste

રાજકોટ જીલ્લાના ધોરાજીમા શ્રી મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા દરજી સમાજ ખાતે વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.. જેમાં એલ કે જી થી ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને યુવક મંડળ દ્વારા સિલ્ડ નોટબુક , પેડ , પેન્સિલ , સ્કુલબેગ , વોટરબેગ તેમજ વિધ્યાર્થીને કીટ જેવા ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Free books were distributed by Dhoraji Machhu Kathia Sai Sutar caste

જેમા ખાસ આમંત્રણને માન આપીને પધારેલ મહૈમાનો દ્રારા દિપ પ્રાગટય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યાર બાદ યુવક મંડળ દ્રારા મહેમાનુ સન્માન કરવામાં આવ્યું અને યુવા મંડળ ટીમ દ્વારા ઈનામો આપીનેઆ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ. આ તકે સમાજ ના યુવાનો વડીલો આગેવાનો ઉપસ્થિત રહેલ આવનારા દિવસોમાં સમાજમાં વધારેમાં વધારે શિક્ષણ કેળવાઈ તેવી સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી.

રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી