યુરોપમાં મંકીપોક્સના વર્તમાન પ્રકોપથી સંબંધિત આ પ્રથમ મૃત્યુ હોવાનું માનવામાં આવે છે. સ્પેનિશ આરોગ્ય મંત્રાલયના ઈમરજન્સી અને તકેદારી સંકલન કેન્દ્ર અનુસાર, સ્પેન એ વિશ્વના એવા કેટલાક રાષ્ટ્ર પૈકીનો એક દેશ છે જે મંકીપોક્સથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. સ્પેનમાં અત્યાર સુધીમાં લગભગ 4,298 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. કેન્દ્રના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઉપલબ્ધ માહિતી અનુસાર, મંકીપોક્સના 3,750 દર્દીઓમાંથી 120 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા અને આ મંકીપોક્સ વાયરસના ચેપને કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું. એક અધિકારીએ કહ્યું કે મૃત્યુના ચોક્કસ કારણ વિશે કોઈ માહિતી આપી શકાઈ નથી કારણ કે પોસ્ટમોર્ટમના પરિણામો બહાર આવ્યા નથી.
નોંધપાત્ર રીતે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ શનિવારે મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું. WHO અનુસાર, મે મહિનાની શરૂઆતથી વિશ્વભરમાં મંકીપોક્સના 18,000 થી વધુ કેસ મળી આવ્યા છે. WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે બુધવારે કહ્યું કે 78 દેશોમાં તેની શોધ થઈ છે. જેમાં યુરોપમાં 70 ટકા અને અમેરિકામાં 25 ટકા કેસ જોવા મળ્યા છે.
ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 27 એપ્રિલથી 24 એપ્રિલની વચ્ચે 16 દેશોના 528 પુષ્ટિ થયેલા દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે 95 ટકા દર્દીઓમાં આ રોગ જાતીય સંપર્કને કારણે પહોંચ્યો હતો.આ દર્દીઓમાંથી, 98 ટકા ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો છે. 41 ટકાને HIV છે, જે જાતીય સંપર્ક દ્વારા પણ ફેલાય છે. મંકીપોક્સ વાયરસના કેસો વિશ્વના અલગ-અલગ ભાગોમાંથી આવી રહ્યા છે. આ વાયરસ હવે વિશ્વભરમાં પોતાનો પગ ફેલાવી રહ્યો છે. બ્રિટનમાં 6મે 2022 થી અત્યાર સુધી મંકીપોક્સના કેસોની પુષ્ટી કરવામાં કરવામાં આવી ચુકી છે. જ્યારે અમેરીકાએ 18મે 2022 માં કેનેડાની યાત્રા કરીને પરત ફરેલા એક નાગરીકમાં મંકીપોક્સ વાયરસના સંક્રમણના પ્રથમ કેસની પુષ્ટી કરી છે.