Site icon Meraweb

ચોકલેટ, પીપરમેંટ અને લોલીપોપ વહેંચતા વિક્રેતાઓ પર ફૂડ શાખાની તવાઈ

શાળાઓ ખૂલતાની સાથે જ જામનગર મહનગર્પાલિકની ફૂડ શાખા એકશન મોડમાં આવી છે …શહેરમાં ચોકલેટ , પીપરમેંટ અને લોલિપોપ વહેચતા વિક્રેતાઓ પર ફૂડ શાખા દ્વારા દરોડા પાડવાંમાં આવ્યા છે …જેમાં જામનગરના રણજીત રોડ પર આવેલી ત્રણ અલગ અલગ પેઢીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ..અને તે દુકાનોમાથી ચોકલેટ , પીપરમેંટ અને લોલિપોપના નમુનાઓ પરીક્ષણ અર્થે લેવમાં આવ્યા છે …આ નમુનાઓ ચકાસણી માટે લેબ ખાતે મોકલવામાં  આવશે ..તેમજ જામનગર મહાનગરપાલિકાના ફૂડ ઈન્સ્પેકટરના જણાવ્યા અનુસાર શહેરના વિવિધ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમના પણ નમુનાઓ લઈને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવશે …નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે …