આજે ધુળેટીના તહેવારના દિવસે હોળીના રંગમાં ભંગ પડ્યો છે.ભાણવડમાં ત્રિવેણી નદીમાં 5 યુવકો ડૂબ્યા છે.ભાણવડ નજીક આવેલ ત્રિવેણી સંગમ નદીમાં નહાવા ગયેલ 5 યુવાનો ડૂબતા અરેરાટી પ્રસરી ગઈ છે. ધુળેટી રમ્યા બાદ પાંચ યુવાનો એક સાથે ડૂબતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.ઘટના સ્થળ પર પોલીસ અને ફાયર વિભાગ પહોંચી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પણ તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.પાંચેય યુવકો ડૂબી જતા તેમના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

ડૂબેલા પાંચેય યુવકોની વિગત
(૧) જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ. વ ૧૬ રહે શિવ નગર તાલુકા પંચાયત સામે ભાણવડ
(૨) હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ ૧૭ રહે ખરાવાડ ભાણવડ
(૩)ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા અનુજાતી ઉ. વ ૧૬ રહે રામેશ્વર પ્લોટ ભાણવડ
(૪) ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ રહે શિવ નગર ભાણવડ
(૫) હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી ઉ. વ ૧૬ રહે શિવ નગર ભાણવડ





















