જામનગર તા ૩૦, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી બે મહિલા સહિત પાંચ પત્તા પ્રેમીઓની અટકાયત કરી છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં થી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી મીનાબેન દલપતરામ દાણીધારીયા, અસ્મિતાબેન અલ્પેશભાઈ સરપદડીયા, ઉપરાંત અશોકદાસ વસંતદાસ ગોંડલીયા, બાસીદ વલીમહમદ મોગલ અને ભીખાભાઈ લાખાભાઈ ડાંગરિયા ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૪૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.