સરકારે ના વાંધા અરજીનો જલદીથી નિકાલ કરવા માટે રાજ્ય સરકારે આજે ફરીથી નવો નિર્ણય લીધો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાથી નવેસરથી પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. આ જમીન રિ સર્વેની કામગીરીનું કામ જમીન સર્વેનું કામ વિભાગ દ્વારા જ કરવામાં આવશે. સરકારે જમીન માપણીમાં થયેલી ભૂલોને સ્વીકારી છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે નવો નિર્ણય લીધો છે. અને હવે ગુજરાતમાં રિ સર્વે પ્રક્રિયાને ઝડપી કરીને ખેડૂતોની ના વાંધા અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે તેમ મંત્રી વધુમાં ઉમેર્યુ હતુ.
જમીન માપણી અંગેની રી સર્વેની કાર્યવાહીમાં અનેક ખામીઓ હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવતા સુધારાઓ માટે ફરીથી નવેસરથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતને પગલે ફરીથી રિસર્વે કરવામાં આવતો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલ પાસે ખેડૂતોની અનેક ફરિયાદો આવતાં રાજ્ય સરકારમાં રજૂઆતને પગલે રિસર્વેમાં રહેલી ખામીઓને દૂર કરી ખેડૂતોને જલદીથી જમીન રિ સર્વે કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
જમીન માપણી કરનારી કંપનીએ ક્યાંક સ્થળ પર જઈને તો ક્યાંક ગુગલ મેપનો આધાર લઈને ગામોની માપણી કરી, સર્વેનું રેકર્ડ મહેસૂલી અધિકારીઓને સુપ્રત કરેલ, આ સર્વેમાં અસંખ્ય ભુલો હોવા છતાં જેમાં ખાસ કરીને ક્ષેત્રફળમાં ફેરફાર, ભાઈઓ ભાગની વહેચણી પ્રમાણે ક્ષેત્રફળને બદલે ક્ષતિઓ, કબજેદારોના નામોમાં ફેરફાર વિગેરે તેમ છતાં આ રેકર્ડની સંપૂર્ણ ખાત્રી વગર સબંધિત વિસ્તારના પ્રાન્ત અધિકારી દ્વારા આ રેકર્ડ પ્રમાણિત જાહેર કરી દેવામાં આવી હતી. હવે રેકર્ડ એકવાર પ્રમોલગેટ થાય એટલે જો તેમાં ક્ષતિ હોય તો નિયમ પ્રમાણે અપીલ કરવી પડે. પરંતુ સમગ્ર રાજ્યમાંથી ખેડુત ખાતેદારો, પ્રજાના પ્રતિનિધીઓ વિગેરે તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત થતાં આ રેકર્ડ સ્વમેળે સુધારવા માટે રાજ્ય સરકારે સુચનાઓ આપેલ હતી. જેમાં ઉત્તરોત્તર સમયાંતરે મુદ્દત લંબાવવામાં આવેલ અને આ કાર્યવાહી જે તે ખાતેદારે સાદી અરજીથી સબંધિત પ્રાન્ત અધિકારી / સુપ્રિટેન્ડન્ટ આફ લેન્ડ રેવન્યુ રેકર્ડને કરવાથી રેકર્ડની ચકાસણી કરી અને જરૂર જણાયે ત્યાં ફરીથી સ્થળ સ્થિતિનું સર્વે કરી સુધારવા માટેની સુચનાઓ હતી. તેમ છતાં ઘણી બધી ભૂલો રહેવા પામી એ હકિકત છે.