Site icon Meraweb

ક્ષત્રિયોના વિરોધનો ડર?, વડાપ્રધાન મોદી રાજકોટમાં નહીં સંબોધે જનસભા

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં 7મી મેના દિવસે તમામ લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવવાના છે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રચારનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જે મુજબ પીએમ મોદી 1લી મેના દિવસે 2 જનસભા અને 2જી મેના દિવસે 4 જનસભા સંબોધશે. જો કે આ 6 જનસભાના સ્થળમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે જે વડાપ્રધાન મોદી રાજકોટમાં કોઈ જનસભાને સંબોધન નહીં કરે.

ગુજરાતમાં 2 દિવસમાં પીએમ મોદીની 6 જનસભાતારીખ 01-05-20241) ડીસા : લોકસભા વિસ્તા – બનાસકાંઠા અને પાટણ2) હિંમતનગર : લોકસભા વિસ્તાર – સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ ઈસ્ટ તારીખ:-02-05-20241) આણંદ : લોકસભા વિસ્તાર – આણંદ અને ખેડા 2) વઢવાણ : લોકસભા વિસ્તાર – સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર3) જૂનાગઢ : લોકસભા વિસ્તાર – જૂનાગઢ, પોરબંદર અને અમરેલી 4) જામનગર : લોકસભા વિસ્તાર – જામનગર અને પોરબંદરરાજકોટમાં પીએમની એક પણ જનસભા નહીં રાજકોટ શહેર પીએમ મોદીની રાજકીય સફરની શરૂઆતનું સાક્ષી રહ્યું છે. પણ હાલ આ જ રાજકોટ પરશોત્તમ રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોના આંદોલનનું એપી સેન્ટર બન્યું છે.

ભાજપે પરશોત્તમ રૂપાલાની ટિકિટ-ઉમેદવારી રદ્દ ન કરતા હવે ક્ષત્રિયોએ રાજ્યભરમાં ખુલ્લેઆમ ભાજપનો વિરોધ શરૂ કરી દીધો છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું ઐતિહાસિક સંમેલન મળ્યું હતું, જેમાં લાખો ક્ષત્રિય આગેવાનો-ભાઈઓ-બહેનો હાજર રહ્યાં હતા. આ સંમેલનથી ભાજપને ક્ષત્રિયોની તાકાત ખબર પડી ગઈ. જો રાજકોટમાં પીએમ મોદીની જનસભા યોજાય અને ક્ષત્રિયો વિરોધ કરે તો આ ઘટનાની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવાય અને ભાજપની આબરૂના કાંકરા થાય. આ બધું ટાળવા માટે જ રાજકોટમાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરવામાં નથી આવ્યું, તેવી ચર્ચા થઈ રહી છે.રાજકોટમાં જનસભા અને રોડ-શો કોણ કરશે? એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના મોટા સ્ટાર પ્રચારક રાજનાથસિંહ, સીએમ યોગી આદિત્યનાથ, સીએમ હેમન્ત બિસ્વા સરમા જેવા મોટા માથા જનસભા અને રોડ-શો કરી શકે છે.