મોડાસા-માલુપર હાઈવે પર ST અને લક્ઝરી બસ વચ્ચે વચ્ચે ભયંકર અકસ્માત…..

રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મોડાસા-માલપુર હાઈવે પર એસ.ટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

ST બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત
મળતી માહિતી અનુસાર, મોડાસા-માલપુર હાઈવે પર માલપુર તરફથી આવતી એસ.ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મોડાસા-માલપુર હાઈવે પર સાકરીયા બસ સ્ટેશન નજીક એસ.ટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યાં હતા તેમજ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી. બસના કાટમાળમાં દબાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે JCB મશીનની મદદ લેવામાં આવી છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે.