Site icon Meraweb

દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે થયો ભયંકર અકસ્માત, ચારના મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, દ્વારકાથી 6 કિલોમીટર દૂર જામનગર હાઈવે પર બરડીયા પાસે ચાર વાહનો ધડાકાભેર અથડાયા હતા. જે દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. તો 25 જેટલા લોકોને ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

દ્વારકા-જામનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને સ્ટેન્ડબાય રહેવાના આદેશ અપાયા છે. રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. DySP હાર્દિક પ્રજાપતિ પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.