પરિવારનો માળો વિખેરાયો / ધંધુકા-બગોદરા રોડ પર ટ્રક-કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે બાળકો સહિત 5ના મોત 

બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. ધંધુકા બગોદરા રોડ હરીપુરા ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સજાર્યો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં હતા. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કરૂણ મોત નિપજ્યા છે જેમાં બાળકોના પણ સમાવેશ થાય છે પરિણામે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળો પહોંચી ગયો છે ને આગળની કાર્યવાહી હાથધરી છે.