મેળો થયો મોંઘો! સૌરાષ્ટ્રના મેળાની રાઈડોના ભાવ ડબલ થયા

Fairly expensive! Saurashtra fair ride prices doubled

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. તારીખ 17થી 21 ઓગસ્ટ સુધી એમ કુલ 5 દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે. એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. 12 સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે વર્ષથી કોરોના કહેરના ગ્રહણને લઈને રાજકોટમાં જન્માષ્ટમીના મેળાના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે મેળો યોજાવા જઇ રહ્યો છે જેમાં સંચાલકો દ્વારા યાંત્રિક રાઇડના ભાવમાં વધારો કરવાની માગ કરી છે. 

Fairly expensive! Saurashtra fair ride prices doubled

લોકમેળામાં સંચાલકોએ રાઈડમાં 20 રૂપિયાને બદલે રૂપિયા 50 કરવા માગ કરી છે. સાથે મોટી યાંત્રિક રાઈડમાં 30 રૂપિયાને બદલે 70 રૂપિયા કરવા માગ કરી છે. આ અંગે સંચાલકોએ કહ્યું કે, મોંઘવારીને ધ્યાનમાં રાખીને રાઈડની કિંમતમાં પણ વધારો કરવાની જરૂર છે. પહેલાં અપસેટ પ્રાઈઝ 2 લાખ રાખવામાં આવી હતી. જેમાં અત્યારે વધારો કરીને 3 લાખ કરવામાં આવ્યા છે. જેથી ટિકિટના દરમાં પણ વધારો થવો જોઈએ. ત્યારે આ વર્ષે લોકમેળામાં મ્હાલવુ કદાચ મોંઘુ પડી શકે તેમ છે. 

Fairly expensive! Saurashtra fair ride prices doubled

મહત્વનું છે કે દર વર્ષે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠથી શરૂ થઇને દશમ સુધી રાજકોટનો મેળો મહાલવા ગામેગામથી લોકો ઊમટી પડે છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. ત્યારે આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. 

Fairly expensive! Saurashtra fair ride prices doubled

મેળાને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી લોકમેળા સંદર્ભે વિવિધ કામોની જે-તે વિભાગને સોંપણી કરવામાં આવી છે. લોકમેળાની કામગીરીને લઈને વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે. આવતા અઠવાડિયામાં લોકમેળા યોજાશે તે જગ્યાએ કલેકટર સહિતના દ્વારા સ્થળ વિઝીટ પણ કરવામાં આવશે. જોકે જે રીતે દૈનિક કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે તેને લઈને મેળામાં કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરાવવામાં આવશે તેવું કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.