આ પાવર બેંકથી ફોન ચાર્જ કરવાની સાથે સાથે ઠંડી હવાનો આનંદ માણો

Enjoy cool air while charging your phone with this power bank

ગ્લોબલ વોર્મિંગને પગલે ક્યારે શું થાય તે જ ખબર પડતી નતી. ચોમાસાની સિઝનમાં પણ લોકો ગરમી અને બફારાથી ત્રસ્ત છે. ઉનાળાની સિઝનમાં એસીના ભાવ વધી જાય છે તે ચોમાસું આવવા છતાં પણ ઘટતા નથી. આવા સમયમાં બજેટ ઘટી જતાં લોકોએ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. લોકોએ એસીને બદલે કુલર તરફ વળવું પડે છે. આજે તમને એવા પોર્ટેબલ એસી વિશે વાત કરવી છે. જે સાવ ઓછી કિંમતમાં અને સાઈઝમાં સાવ નાનું છે. પરંતુ તમને જરૂરથી ગરમી થકી રાહત આપવા સક્ષમ છે. જબરદસ્ત ઠંકડ આપતું આ ડિવાઈસ વીજળી વિના પણ કલાકો સુધી ચાલુ રહીને ઠંડક આપી શકે છે.

મલ્ટી પર્પઝ રીતે કામ આવતું આ ડિવાઈસ ઘણાં ફિચર્સ સાથે આવે છે. ઘણાં ડિવાઈસ મલ્ટી-ટાસ્કિંગ ફીચર સાથે પણ આવે છે. આવી સ્થિતિમાં પાવર બેંક કેમ પાછળ રહે. અત્યાર સુધી તમે પાવર બેંક સાથે ટોર્ચ જોઈ હશે. પરંતુ, તમને એમ કહેવામાં આવે કે ટોર્ચ નહીં પરંતુ પાવર બેંક સાથે એરકંડિશનર આવે છે. નવા સંશોધનો મુજબ પાવર બેંકમાં જ મિની એર કંડિશનર જોડવામાં આવ્યું છે. આ સાથે તમે પાવર બેંકના ઉપયોગથી ઠંડી હવાનો આનંદ પણ લઈ શકો છો.

Enjoy cool air while charging your phone with this power bank

સૌથી મહત્વની વાત એ છે કે મિની એર કંડિશનર સાથેની આ પાવર બેંક પોર્ટેબલ હોઈ તમે તેને સરળતાથી તમારી સાથે લઈ જઈ શકો છો અને બહાર જાઓ તો બેગમાં પણ સાથે લઈ જઈ શકો છો. કોઈ પણ જગ્યાએ ગરમીથી રાહત લેવા માટે તેને ચાલુ કરી શકો છો. રોડ ઉપર બસની રાહ જોતા બેઠા હશો તો પણ આ પાવરબેંકથી તમે ઠંડા ઠંડા કુલ રહી શકશો. Vogek 2-in-1 6000mAh પાવર બેંક મિની એર કંડિશનર સાથે ઇન્ડસ્ટ્રી ગ્રેડ મોટર દ્વારા સંચાલિત છે જે ત્રણ ફેન સ્પીડ ઓફર કરે છે. જ્યારે તે ખૂબ ઠંડુ થાય ત્યારે તમે તેને બંધ પણ કરી શકો છો.મિની એર કંડિશનર સાથે પાવર બેંકની સંપૂર્ણ વિગતો જાણવા ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.