રોહિત શર્માની કેપ્ટનશીપમાં જ ભારતીય ટીમને ત્રણ મેચની ટી-20 સિરીઝ રમી રહ્યું છે. જેમાં કેપ્ટન રોહિત શર્માની વિદેશમાં આ પહેલી સિરીઝ છે. ગયા વર્ષે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ પછી કેપ્ટનશીપ છોડી દીધી હતી. જેના ભાગ રૂપે બીસીસીઆઈએ વન-ડેની કેપ્ટનશીપ પણ કોહલી પાસેથી લઇ તમામ ફોર્મેટની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપી દીધી હતી.રોહિત શર્માએ ફૂલટાઈમ કેપ્ટન તરીકે 5 સિરીઝ રમી છે.
જેમાંથી તેણે બધામાં જીત મેળવી છે, રોહિતની કેપ્ટનશીપમાં રહી ટીમ ઈન્ડિયાએ ટી-20 મેચની સિરીઝમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને ક્લીન સ્વીપથી પરાજય આપ્યો હતો. જ્યારે વન-ડે સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ અને ટેસ્ટમાં શ્રીલંકાનું ક્લીન સ્વીપ કર્યુ હતું.રોહિત શર્માએ અત્યાર સુધી ઓવરઓવ ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 13 દ્વિપક્ષીય સિરીઝમાં કેપ્ટનશીપ કરી છે. તેમાંથી રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને માત્ર એકવખત ન્યૂઝીલેન્ડ સામે જ સિરીઝમાં હાર મળી છે. જ્યારે 12 સિરીઝમાં ટીમ ઈન્ડિયા જ ચેમ્પિયન રહી છે. રોહિતનો આ રેકોર્ડ ઈંગ્લેન્ડ માટે ડરામણો સાબિત થઈ શકે છે.