ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે ત્યારે તહેવારો નજીક આવતા જામનગરમાં હિન્દુ સેના દ્વારા ધર્માંતરણ અને લવ જેહાદના બનાવો અટકે તે માટે પત્રિકા વિતરણ કરીને જાગૃતતા ફેલાવવાનો શરૂ કર્યું છે.સરકાર દ્વારા લવ જેહાદ માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે છતાં પણ વધતા જતા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન છે.જામનગરમાં તાજેતરમાં બનેલા એક બે બનાવોને લઈને વાતાવરણ ગરમાયું હતું.

એવામાં હિન્દુ સેના દ્વારા ગણપતિ ઉત્સવમાં લવ જેહાદ અને ધર્માંતરણના બનાવો અટકે તે માટે હિન્દુ બહેનો દીકરીઓને જાગૃત કરવા માટે હિન્દુ સેનાના સૈનિકો દ્વારા પત્રિકા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.એટલું જ નહિ હવે જ્યારે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ પ્રકારના બનાવો વધે નહી તે માટે હિન્દુ સેનાએ કમર કસી છે.આજના સમયમાં બનતા લવ જેહાદના બનાવો એ સરકાર અને પ્રશાસન માટે તો પડકાર છે જ પરંતુ સાથે સાથે દીકરીઓના માટે પિતાઓ માતા પણ લાલબત્તી સમાન કિસ્સાઓ છે.

આથી આ પ્રકારના બનાવો વેગ ન પકડે તે માટે સરકાર , પોલીસ પ્રશાસન આ બાબતની ગંભીર નોંધ લે તેવી હિન્દુ સેના દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ શહેરથી લઈને ગામડાઓ સુધી જન જન સુધી આ બાબતે જાગૃતિ લાવવા હિન્દુ સેના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.