Site icon Meraweb

જામ કંડોરાણા પંથકમાં વહેલી સવારથી વરસાદ: સફુરા નદીમાં આવ્યું પૂર

Megharaja's entry in Jam Kandorana Panth from early morning! The Safura River flooded

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, હજુ પાંચ દિવસ આ વરસાદ કહેર મચાવશે ત્યારે છેલ્લા 3 દિવસથી જામનગર પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે.  સવારથી વરસી રહેલા વરસાદને કારણે સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા નદીઓમાં  આવ્યા છે.

નદીઓમાં પુર આવવાના કારણે જામકંડોરણાથી ગોંડલ તરફ જવાનો હાઇવે ધોરીમાર્ગ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા અચાનક વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદ આવવાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ પડતા સફુરા નદીમાં પૂર આવ્યું હતું.. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.