દ્વારકાધીશ જગત મંદિર ખાતે હોળી તેમજ ફૂલડોલ મહોત્સવ દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે..તારીખ 6 માર્ચે સાંજે 6:24 વાગ્યાથી દ્વારકા ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. આજ દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. તારીખ 7 માર્ચે અને મંગળવારે સવારે 6 વાગ્યે મંગળાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન થઇ શકશે. તો બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન યથાવત રહેશે.
૬ માર્ચે હોળીના દિવસે નિત્યક્રમ મુજબ મંદિર ખુલશે
૭ માર્ચે ધુળેટીના દિવસે સવારે ૬ વાગે મંદિર ખુલશે
બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
સાંજે ૫ વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન થશે
નિત્યક્રમ મુજબ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકાશે
૮ માર્ચે ફુલડોલનાં દિવસે સવારે ૬.૩૦ વાગે મંગળાઆરતી
બપોરે ૧ વાગ્યા સુધી થશે નિત્યક્રમ મુજબ દર્શન
ત્યારબાદ બપોરે ૧ થી ૨ સુધી મંદિર રહેશે બંધ
બપોરે બે વાગે ઉત્સવની ખાસ આરતીનું આયોજન
બપોરે ૨ થી ૩ સુધી ફુલડોલ ઉત્સવની ઉજવણી
સાંજે ૫ વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન થશે
તારીખ 8 માર્ચે ફૂલડોલના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળાઆરતી કરવામાં આવશે.ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન થઇ શકશે..બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. બપોરે 2 વાગ્યે ખાસ ઉત્સવ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે..જ્યારે બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી ખાસ ઉત્સવ દર્શન,, ફૂલડોલ મહોત્સવની મંદિરની અંદર જ ઉજવણી કરવામાં આવશે.બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યાથી સુધી મંદિર બંધ રહેશે. તો સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકાશે.