દ્વારકા : ૧૪ માર્ચના દ્વારકાધીશના દર્શન માટે મંદિરમાં આ માર્ગે જવું પડશે અને આ સમયે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ…..

યાત્રાધામ દેવભૂમિ  દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી ફુલડોલ ઉત્સવ મનાવવા રાજયભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા, રેલવે, રોડ રસ્તે લાખો ભાવિકો નો પ્રવાહ દ્વારકા તરફ આવી રહ્યો છે. ખાસ તો જામનગર અને દ્વારકાના રસ્તાઓ જાણે જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યા છે તેવા સમયે  યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે અને યાત્રિકોની સલામતી, સગવડતા, સફાઈ વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વિભાગ સાથે સમન્વય યોજી આગામી તહેવારો અંગે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.યાત્રિકો ને મંદિર માં દર્શન માટે જવા સ્વર્ગદ્વારથી પ્રવેશ રહેશે અને મોક્ષ દ્વારથી નીકળવાનું રહશે.રીલાયન્સ રોડ, કિર્તી સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને કતારબધ્ધ રીતે ૫૬ સીડી થઈને  સ્વર્ગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન બાદ મોક્ષ દ્વારેથી પરત નિકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જગતમંદિર પરિસર સહિત ઠેરઠેર બેરીકેટ, મંડપ જેવી વ્યસ્વસ્થાઓ યાત્રાળુઓ માટે ગોઠવવામાં આવી રહી છે. તા.૧૪મી માર્ચે બપોરે ૧:૩૦ થી ૨:૩૦ સુધી જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે.

ફૂલડોલ ઉત્સવનાં દિવસે ૧૪ માર્ચના વહેલી સવારથી મંદિરના કાર્યક્રમોની યાદી

૧૪ માર્ચના  રોજ ફૂલડોલ ઉત્સવના દિવસે મંદિરના કાર્યક્રમો નીચે મુજબ રહેશે.

શ્રીજી મંગલા આરતી સવારે ૦૬ : ૦૦ કલાકે 

અનોસર ( મંદિર બંધ ) બપોરે ૦૧ : ૦૦ કલાકે 

ઉત્સવ આરતી બપોરે ૦૧ : ૩૦ કલાકે 

ઉત્સવ દર્શન બપોરે ૦૧૦:૩૦ કલાકથી ૦૨ : ૩૦ કલાક સુધી

બપોરે ૦૨ :૩૦ થી ૦૫ :૦૦ મંદિર બંધ 

સાંજે નિત્યક્રમ મુજબ