દેશમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી માઝા મૂકી રહી છે જેના પગલે પ્રજાની હાલત કફોડી બની છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે 18 જુલાઈથી અમુક ચીજવસ્તુઓ અને સેવાઓ વધુ મોંઘુ થશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં તમામ પ્રતિનિધિઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો.

દહીં, લસ્સી, પનીર, મધ, ઘઉંને હવે GSTમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં અને આ વસ્તુઓ પર હવે 5 ટકાના દરે GST લાગશે. જોકે, પેક વગરના, લેબલ વગરના અને બ્રાન્ડ વગરના ચીજને GSTમાંથી મુક્તિ મળવાનું ચાલુ તેમજ હોસ્પિટલ બેડ(આઈસીયુ સિવાય)નું ભાડું 5 હજારથી વધુ છે તેના પર 5 ટકા જએસટી લાગશે.

એલઇડી લાઇટ, લેમ્પની કિંમતો વધવા જઇ રહી છે GST કાઉન્સિલે રેટ 12 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે. તેમજ હવે બેન્ક ચેક બુક જારી કરવાની ફી પર 18 ટકા જીએસટી લાગશે જેના પગલે ચેકબુક મોંઘી થઈ જશે. એટલું જ નહીં 1000 રૂપિયા પ્રતિ દિવસની કિંમત ધરાવતી હોટેલ રૂમ પણ 12 ટકાના GST સ્લેબ હેઠળ આવશે. હાલમાં આના પર ટેક્સમાં છૂટ છે.





















