જમીન રી-સર્વેની કામગીરીની મુદત લંબાવવામાં ન આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો , વિભાગ દ્વારા વાંધા અરજીઓ સ્વીકારી અને ઓફિસે થપ્પાઓ લગાડવામાં આવી રહ્યા છે

ખેડૂતોની જમીન સર્વેની સમસ્યા નો અંત ક્યારે આવશે તે તો ભગવાન જાણે…. કારણકે સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2022 બાદ જમીન રિસર્વે માટેની કામગીરીની તારીખ લંબાવવામાં આવી નથી…જેથી વિભાગ દ્વારા વાંધા અરજીઓ સ્વીકારી અને ઓફિસે થપ્પાઓ લગાડવામાં આવી રહ્યા છે…તે અરજીઓ ઇનવર્ડ પણ લેવામાં આવતી નથી જેના કારણે વાંધા અરજીઓની સંખ્યામાં વધારો થતો જાય છે….

દરરોજની અંદાજિત 8 થી 10 વાંધા અરજીઓ જામનગર DILR કચેરી ખાતે આવે છે…. જામનગર જિલ્લામાં કુલ 56,321 વાંધા અરજીઓ આવી હતી જેમાંથી 41,805 અરજીઓનો નિકાલ સરકારી ચોપડે કરેલ છે… 37,360 અરજીઓની દરખાસ્ત કરવામાં આવી છે… જેમાંથી કુલ 10 085 અરજીઓનો હકારાત્મક નિકાલ થયો છે તો 26,542 અરજીઓનો નકારાત્મક નિકાલ થયો છે… જામનગર કુલ 25 સર્વેયર તેમજ એસએલઆર કચેરી હેઠળ કુલ પાંચ સર્વેયર કામગીરી કરે છે…. 31 ડિસેમ્બર 2022 બાદ વાંધા અરજીઓના નિકાલ માટે સરકારે તારીખ લંબાવી નથી જેના કારણે અનેક ખેડૂતોની જમીન સર્વે માટેની વાંધા અરજી વિભાગ દ્વારા અરજીઓ લઈને થપ્પાઓ લગાડવામાં આવે છે…. આમ સરકાર દ્વારા રિસર્વે કામગીરીની તારીખ ન લંબાવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે….