જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ

જામનગર શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે શહેર તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને શહેર- જિલ્લાની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવા અને જરૂરી સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.