Site icon Meraweb

ક્રોસ વોટિંગ દ્વારા દ્રૌપદી મુર્મૂની થઈ જીત: બન્યા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ

Draupadi Murmuni Wins Through Cross Voting: Becomes Country's First Tribal Woman President

New Delhi, June 24 (ANI): National Democratic Alliance (NDA)'s Presidential candidate Droupadi Murmu with Prime Minister Narendra Modi, Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah filing her nomination papers for the Presidential election, at the Parliament, in New Delhi on Friday. Haryana Chief Minister Manohar Lal Khattar and Karnataka Chief Minister Basavaraj Bommai are also present. (ANI Photo/ Amlan Paliwal)

રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત થઇ છે. દેશને નવા સાથે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. સાથે દેશના નાગરિકો સહિત ટોચના નેતાઓ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી રહ્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બની ગયા છે. ક્રોસ વોટિંગ દ્વારા દ્રૌપદી મુર્મૂને અત્યાર સુધી 17 સાંસદો અને 104 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. ત્યાર બાદ 16 રાજ્યોમાં 104 ધારાસભ્યોએ પણ ક્રોસ વોટ કર્યું છે.દ્રૌપદી મુર્મૂને સમર્થન આપનારા સાંસદોની સંખ્યા 523 હતી, પરંતુ મત 540 મળ્યા. જેનો અર્થ થાય છે કે, 17 સાંસદોએ તેમના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું.

16 રાજ્યોમાં અત્યાર સુધી 104 ધારાસભ્યોએ ક્રોસ વોટ કરી દ્રૌપદી મુર્મૂને જીત આપવી છે. વિપક્ષમાં હોવા છતાં પણ આ ધારાસભ્ય અને સાંસદોએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું છે અને તેમને મત આપ્યા છે.ગુજરાતમાં એનસીપી ધારાસભ્ય કાંધલ એસ જાડેજાએ કહ્યુ હતુ કે, તેઓ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી દ્રૌપદી મુર્મૂને સમર્થન આપશે. જોઈએ તો તેમની પાર્ટી એનસીપી યશવંત સિંહાના પક્ષમાં હતી. આ સાથે ગુજરાતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુભાઇ વસાવાએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમજ બરેલીના ધારાસભ્ય શહઝીલ ઇસ્લામે પણ ખુલીને ક્રોસ વોટિંગ કર્યું હતું. આ સાથે હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇએ દ્રૌપદી મુર્મૂને વોટ આપ્યો હતો.