કોમનવેલ્થ ગેમ્સ 2022 માં આઠમાં દિવસે ભારતીય રેસલર્સનો દબદબો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય કુશ્તીબાજો દિપક પુનિયા, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિક સહિતનાં ખેલાડીઓએ સફળતા મેળવી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારતે 20 થી વધારે મેડલ્સ મેળવી લીધા છે.
બજરંગ પુનિયા
બજરંગ પુનિયાએ ફાઇનલમાં જીત મેળવી હતી. ભારતના દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ પુરુષોના 62 કિલોગ્રામ ભારવર્ગમાં શુક્રવારના રોજ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બજરંગે ફાઈનલમાં કેનેડાના લાચનાલ મેક્નિલને 9-2થી માત આપીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. અગાઉ બજરંગે સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડની જોર્જ રેમને 65 કિલો કેટેગરીમાં 10-0 થી સજ્જડ પરાજય આપ્યો હતો.
અંશુ મલિક
કુશ્તીબાજ અંશુ મલિકે 57 કિલો કેટેગરી ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઇનલમાં હાર મળી હતી અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
દિપક પુનિયા
ભારતને રેસલિંગમાં મળ્યો વધુ એક ગોલ્ડ અપાવતાં દિપક પુનિયાએ 86 કિલો કેટેગરીમાં પાકિસ્તાનનાં મોહમ્મદ ઈનામને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ કુશ્તીબાજ દિપક પુનિયા 86 કિલો ગેટેગરી ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઇનલમાં પહોંચ્યા હતા તેમણે એલેક્ઝાન્ડર મુરને 86 કિલો કેટેગરીમાં 3-1 થી માત આપી હતી. જો કે ભારતનાં મોહિત અગ્રવાલને કેનેડાનાં અમરવીર ઢેસી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
સાક્ષી માલિક
આ સિવાય સાક્ષી મલિકને પણ જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ભારતની સાક્ષી મલિકે મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં કેનેડાની અના ગોડિનેઝ ગોન્ઝાલેઝને હરાવી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. બજરંગ પૂનીયાનાં ગોલ્ડ બાદ આ ભારત માટે આઠમો ગોલ્ડ મેડલ હતો
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલ વિજેતાઓ (5મી ઓગસ્ટ 2022 સુધી)
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 55 કિગ્રા)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઇટલિફ્ટિંગ 61 કિગ્રા)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટ લિફ્ટિંગ 49 કિગ્રા)
4. બિંદિયારાની દેવી – સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિગ્રા)
5. જેરેમી લાલરિનુંગા – ગોલ્ડ મેડલ (67 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
6. અચિંત શિયુલી – ગોલ્ડ મેડલ (73 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
7. સુશીલા દેવી – સિલ્વર મેડલ (જુડો 48 કેજી)
8. વિજય કુમાર યાદવ – બ્રોન્ઝ મેડલ (જુડો 60 કેજી)
9. હરજિન્દર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 71KG)
10. મહિલા ટીમ- ગોલ્ડ મેડલ (લૉન બોલ્સ)
11. મેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર – સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 96 કિગ્રા)
13. મિક્સ ટીમ – સિલ્વર મેડલ (બેડમિન્ટન)
14. લવપ્રીત સિંઘ – બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 109 કેજી)
15. સૌરવ ઘોષાલ – બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન – સિલ્વર મેડલ (જુડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 109+ કિગ્રા)
18. તેજસ્વિન શંકર – બ્રોન્ઝ મેડલ (ઉંચી કૂદ)
19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ (લોંગ જમ્પ)
20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
21. અંશુ મલિક – સિલ્વર મેડલ (કુસ્તી 57 કેજી)
22. બજરંગ પુનિયા- ગોલ્ડ મેડલ (કુસ્તી 65 કેજી)
23. સાક્ષી મલિક- ગોલ્ડ મેડલ (કુસ્તી 62 કેજી)
24. દીપક પુનિયા- ગોલ્ડ મેડલ (કુસ્તી 86 કિગ્રા)
25. દિવ્યા કાકરાન – બ્રોન્ઝ મેડલ (કુસ્તી 68 કેજી)
26. મોહિત ગરેવાલ – બ્રોન્ઝ મેડલ (કુસ્તી 125 કેજી)