ખંભાળિયા પંથકની બેહગામની નદીમાં ડોક્ટર તણાયા!

PHC doctor Tanaya in Behgamni river of Khambhaliya! Rescued

હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળઆઓ છલકાઈ ઉઠ્યા છે. બેહગામ પાસે કોઝવે પસાર કરી રહેલા PHCના ડોકટર તણાયા હતા. જેની જાણ ગામના સરપંચને થતા જ સરપંચ અને SRDના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ડોકટરની પાણીના પ્રવાહમાંથી બચાવી લીધા હતા.

PHC doctor Tanaya in Behgamni river of Khambhaliya! Rescued

PHCના તબીબ તણાયા હોવાની ગામના સરપંચને જાણ થતા જ ટ્રેકટર અને દોરડાઓ લઈ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યૂ માટે SRDના જવાનો પણ આવી પહોંચ્યા હતા. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ડોકટરને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

PHC doctor Tanaya in Behgamni river of Khambhaliya! Rescued

કલ્યાણપુર તાલુકામાં વરસેલા અનરાધાર વરસાદના કારણે બેહ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કોઝવે પરથી ધસમસતું પાણી જઈ રહ્યું હતું. બેહ PHCના ડોકટર બારા જવા નીકળ્યા હતા. આ સમયે કોઝવે પર ધસમસતું પાણી જઈ રહ્યું હોવાના કારણે ડોકટર તણાયા હતા. જો કે, કોઝવે નજીક જ ઝાડીઓ હોવાથી તે પકડી લેતા તેનો બચાવ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોઝવે આવેલા છે. દરેક કોઝવે પર પાણીનું માપ પણ લખેલું હોય છે. ચોમાસા દરમિયાન કોઝવે પર પાણી જતું હોય ત્યારે પાણીનું લેવલ નીચું ઉતરે તેની રાહ જોવી.