પ્રિન્સ ઑફ ટોલીવુડ મહેશ બાબુ જે પોતાના ચોકલેટી લૂકથી અનેક યુવતીઓના દિલની ધડકન બની ગયા છે. સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુની નૉર્થ ઈન્ડિયામાં ઘણી ફેન ફોલોઈંગ છે. તેમની હિન્દીમાં ડબ કરેલી ફિલ્મોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મહેશ બાબૂએ ચાર વર્ષની ઉંમરથી જ તેમના અભિનય કરિયરની શરૂઆત કરી દીધી હતી. ચાર વર્ષની ઉંમરમાં ફિલ્મ નીડામાં તેમણે અભિનય કર્યો. જો કે અભિનેતા તરીકે તેણે પોતાના કરિયરની શરૂઆત રાજકુમારુડુથી કરી. આ ફિલ્મમાં તેમને એટલો પ્રેમ મળ્યો કે તેણે પાછું વળીને નથી જોયું.
તેલુગૂ એક્ટર ઘટામાનેની સિવા રામા કૃષ્ણનાના ઘરે જન્મેલા મહેશ બાબુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા એવા એક્ટર છે જેને સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ નંદી અવોર્ડથી આઠ વાર સન્માનિત કરવામાં આવ્યા છે. મહેશ બાબુએ અત્યાર સુધીમાં માત્ર 36 ફિલ્મો કરી છે. જેમાંથી નવ તો ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. મહેશ બાબુ પાછળ તો અનેક યુવતીઓ ગાંડી છે. પરંતુ તે એક બોલીવુડ અભિનેત્રી પર દિલ હારી બેઠા હતા. ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચુકેલી નમ્રતા શિરોડકર મહેશ બાબુને પસંદ આવી ગઈ અને તેને પોતાની બનાવવા માટે મહેશબાબુએ અનેક પ્રયાસો કર્યા. આખરે બંનેને પ્રેમ થઈ ગયો. અને વર્ષો સુધી ડેટ કર્યા બાદ તેમણે લગ્ન કર્યા.
લગ્ન બાદ નમ્રતાએ પોતાનો તમામ સમય પરિવારને આપ્યો. ફિલ્મી કરિયર છોડી તે ગૃહિણી બની હઈ હતી. 2006માં તેમના પહેલા બાળકનો જન્મ થયો અને 2012 નમ્રતાએ દિકરીને જન્મ આપ્યો. આખો પરિવાર હૈદરાબાદમાં આલીશાન બંગ્લામાં રહે છે.મહેશ બાબુનો પરિવાર પ્રેમ જાણીતો છે. તે પોતાની ફેમિલી સાથેના ફોટોસ શેર કરતા રહે છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.